જુનિયર શુટીંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના એશ્વરી પ્રતાપ સિંઘ તોમરને વિશ્વ રેકોર્ડ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક
Live TV
-
એશ્વરી પ્રતાપ સિંઘ તોમરે 463.4 ના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો જે ફ્રાન્સના લ્યુકાસ કરતા 6.9 અંક વધારે હતા.
પેરૂમાં ચાલી રહેલી જુનિયર શુટીંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં 50 મીટર એર રાઇફલ 3 પોઝીશન પુરૂષોની પ્રતિયોગિતામાં ભારતના એશ્વરી પ્રતાપ સિંઘ તોમરે જુનિયર વિશ્વ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ વર્ષની પ્રતિયોગિતામાં ભારતનો આ 8મો સુવર્ણ ચંદ્રક હતો. એશ્વરી પ્રતાપ સિંઘ તોમરે 463.4 ના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો જે ફ્રાન્સના લ્યુકાસ કરતા 6.9 અંક વધારે હતા. અગાઉ દિવસની શરૂઆતમાં ભારતની 14 વર્ષીય નામ્યા કપૂરે મહિલાઓની 25 મીટર પીસ્ટલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને મનુ ભાકરે કાંસ્ય પદક જીત્યો હતો.
