Skip to main content
Settings Settings for Dark

નામ્યા કપૂરે ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • 14 વર્ષની શૂટર નામ્યા કપૂરે ગઈકાલે પેરુના લિમામાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    નામ્યા કપૂરે ફાઈનલમાં 36 નો સ્કોર કર્યો અને ફ્રાન્સની કેમિલી જેડ્રેઝેવસ્કી 33 અને ભારતની 19 વર્ષીય ઓલિમ્પિયન મનુ ભાકરે 31ના આંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું, મનું ભાકરે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. અન્ય ભારતીય શૂટર રિધમ સાંગવાન ફાઇનલમાં ચોથા સ્થાને રહી હતી.

    ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ 2021 માં ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર 3 પોજીશન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્ર્ક સાથે 463.4 નો નવો જૂનિયર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે એશ્વર્ય પ્રતાપ તોમરે ક્વોલિફિેશન રાઉંડમાં જુનિયર વિશ્વ રેકોર્ડ 1185ની બરાબરી કરી છે.

    ભારતે મેડલ ટેલીમાં ટોચ પર પોતાની લીડ જાળવી રાખી હતી. ભારત કુલ 16 મેડલ માટે સાત ગોલ્ડ, છ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે ટોચ પર છે. ટોક્યો ઓલિમ્પિક્સ પછી આ પ્રથમ શૂટિંગ ઇવેન્ટ હતી, જેમાં 32 જેટલા દેશો અને લગભગ 370 રમતવીરોએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply