Skip to main content
Settings Settings for Dark

SAFF ચેમ્પિયનશિપમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે 1-1 થી ડ્રો, છેત્રીએ 76મો આંતરરાષ્ટ્રીય ગૉલ ફટકાર્યો

Live TV

X
  • ભારતનો સેફ ચેમ્પિયનશિપનો બીજો મુકાબલો શ્રીલંકા સામે 7 ઓક્ટોબરના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 4:30 વાગ્યે રમાશે.

    માલદિવ્સમાં રમાઇ રહેલ સેફ ફૂટબૉલ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ મુકાબલો 4 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે થયો હતો. મેચના અંતે સ્કોર 1-1 રહ્યો હતો અને ભારત તરફથી 26મી મિનિટમાં સુનિલ છેત્રીએ ગૉલ ફટકાર્યો હતો. ખેલના બીજા હાફમાં 74મી મિનિટમાં બાંગ્લાદેશના અરાફાતે ગૉલ કરી મેચ 1-1થી બરાબર કરી હતી. મેચમાં 54મી મીનીટમાં બાંગ્લાદેશના બિશ્વનાથ ઘોષને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. બાકી રહેલ મેચ બાંગ્લાદેશે 10 ખેલાડી સાથે રમી હતી છતાં પણ બાંગ્લાદેશ ગૉલ કરવામાં સક્ષમ રહી હતી.

    ભારતનો સેફ ચેમ્પિયનશિપનો બીજો મુકાબલો શ્રીલંકા સામે 7 ઓક્ટોબરના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 4:30 વાગ્યે રમાશે. સુનીલ છેત્રીનો આ 76મો આંતરરાષ્ટ્રીય ગૉલ હતો અને હવે તે બ્રાઝિલના દિગ્ગજ ફૂટબૉલ ખેલાડી પેલે કરતા માત્ર એક ગૉલ પાછળ છે.  પેલેએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 92 મેચમાં 77 ગૉલ કર્યા હતા. ભારત માટે 121મી મેચ રમી રહેલા છેત્રી અત્યારે હાલમાં સક્રિય ફૂટબૉલ ખેલાડીઓમાં ગોલ કરનાર ખેલાડીઓમાં ચોથા સ્થાન પર છે. રોનાલ્ડો 111 ગૉલ સાથે ટોચ પર છે, મેસ્સીના 79 ગૉલ અને અલી મબખઉતના 77 ગૉલ છે. આમ છેત્રી 76 ગૉલ સાથે ચોથા સ્થાન પર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply