Skip to main content
Settings Settings for Dark

ટી-20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ભારતે મેળવી જીત

Live TV

X
  • ભારતે રાંચીમાં રમાયેલી બીજી ટી - 20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપીને, ત્રણ મેચની શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે ગ્લીન ફીલીપના 34, માર્ટીન ગુપ્તીલ અને ડેરીલ મીશેલના 31 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 153 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતે કે.એલ. રાહુલના 49 બોલમાં 65 રન, અને રોહિત શર્માના 36 બોલમાં 55 રનની મદદથી 17.2 ઓવરમાં ત્રણ વિકેટે 155 રન નોંધાવીને વિજયલક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હર્ષલ પટેલને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી - ટ્વેન્ટી મેચ આવતીકાલે કોલકાતામાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply