Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટના T20I ના કેપ્ટન તરીકે રોહિત શર્મા અને હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્તિ

Live TV

X
  • બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એ જાહેરાત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમના T20I ના કેપ્ટનની જવાબદારી રોહિત શર્માને અપાઈ છે. આ સાથે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણુંક થયાની પણ જાહેરાત કરી છે.

    આજે સવારે BCCIએ કરેલા એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "આપણી T20I ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડને હેલો બોલો."

    ગત ટી-20 વર્લ્ડકપની અગાઉ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ટી-20 વર્લ્ડકપમાં કેપ્ટન કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ રમી હતી. આ સાથે ટીમના હેડકોચ પદેથી રવિ શાસ્ત્રીએ પણ રાજીનામું આપી દિધું હતું. 

    હવે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચની સીરીઝમાં રોહિત શર્માના નેતૃત્વમાં રમશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply