T-20 ક્રિકેટ વિશ્વકપની આજે ફાઈનલ મેચઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં ટક્કર
Live TV
-
T-20 વિશ્વકપના ફાઈનલ મુકાબલામાં આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર જામશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7.30 વાગ્યે મેચની શરુઆત થશે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર ટી20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 2010માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ વર્લ્ડકપ જીતવાથી વંચિત રહી હતી. આ વખતે ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડને પરાજય આપી તેમજ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
