Skip to main content
Settings Settings for Dark

BCCIએ ન્યુઝીલેન્ડ સામે યોજાનાર T-20 શ્રેણી માટે ભારતીય ટીમની કરી જાહેરાત

Live TV

X
  • ન્યુઝીલેન્ડ સામે યોજાનાર ટ્વેન્ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.ચેતન શર્માની અધ્યક્ષતા વાળી ઓલ-ઇન્ડિયા સિલેકશન કમિટીએ ભારતીય ટીમની પસંદગી કરી છે. 17 નવેમ્બર થી ટી-20ની ત્રણ મેચની શ્રેણી તેમજ બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિરાટ કોહલીને હાર્દીક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આ ટીમમાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.ભારતીય ટીમમાં રોહિત શર્મા- કેપ્ટન, કે.એલ.રાહુલ વાઇસ કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર,સૂર્યકુમાર યાદવ,ઋષભ પંત,ઇશાન કિશન, વેંકટેશ અય્યર,યજુવેન્દ્ર ચહલ,આર અશ્વીન,અક્ષર પટેલ,આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, હર્ષલ પટેલ અને મહોમદ સીરાઝનો સમાવેશ કરાયો છે. ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચેની T-20ની પ્રથમ મેચ 17 નવેમ્બરે જયપુર, 19 નવેમ્બરે રાંચી અને અંતિમ મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે.આઇ.સી.સી વલ્ડ કપમાં આજથી સેમિફાઇનલનો તબક્કો શરૂ થઇ રહ્યો છે.આજે અબુધાબીમાં પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ જામશે.આ બન્ને ટીમોએ પોતાના ગૃપમાં ચાર-ચાર મેચ જીતી છે. જ્યારે બન્ને ટીમ ની એક મેચમાં હાર થઇ છે. ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે હારી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ ને પાકિસ્તાને હરાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply