ICC ટી-20 વિશ્વ કપ દુબઇમાં ભારત આજે નામાબિયા સાથે ટકરાશે
Live TV
-
આઇસીસી ટી-20 વિશ્વ કપ-સુપર ટ્વેલના અંતિમ ચરણમાં દુબઇમાં ભારત આજે નામાબિયા સાથે ટકરાશે. બન્ને ટીમો સેમિફાઇનલની રેસથી બહાર છે. જ્યારે આઇસીસી ટી-20ના સેમિફાઇનલ સ્પર્ધામાં પ્રથમ મેચ 10 નવેમ્બરે અબુધાબીમાં ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ટીમ ટકરાશે જ્યારે 11 નવેમ્બરે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે.ગઇકાલની મેચમાં ન્યુઝીલેન્ડે અફઘાનીસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાને સ્કોટલેન્ડને હરાવી ગૃ્પમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
