વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડેવેન બ્રાવોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત
Live TV
-
વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર ક્રિકેટર ડેવેન બ્રાવોએ ટી- ટ્વેન્ટી વિશ્વ કપની ઓસ્ટ્રલિયા સામેની મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 38 વર્ષીય બ્રાવોએ 90 ટી- ટ્વેન્ટી મેચમાં પોતાનું યોગદાન આપ્યું છે અને 1 હજાર 245 રન બનાવ્યા છે. સાથે 78 વિકેટ ઝડપી છે. વર્ષ 2012 અને 2016 માં ટી- ટ્વેન્ટી વિશ્વકપ સ્પર્ધામાં વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં બ્રાવોએ યોગદાન આપ્યું હતું.
