T20 સિરીઝની છેલ્લી મેચ આજે ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકાતામાં રમાશે
Live TV
-
લગભગ બે વર્ષ પછી પશ્ચિમ બંગાળના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોઇ આંતરરાષ્ટ્રીય મેચ યોજાનારી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ એટલે કે ફાઈનલ મેચ ઈડન ગાર્ડનમાં રમાઈ રહી છે. ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ઈડન ગાર્ડનની પીચ શાનદાર છે. પરંતુ, મેચમાં ડ્યુ મહત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના ઈડન ગાર્ડનની પિચ બેટિંગ ફ્રેન્ડલી રહેશે. આ પિચ પર સ્પિનર્સને મિડલ ઓવર્સમાં સહાય મળી શકે છે. જેથી બંને ટીમમાં સારા સ્પિન બોલર હોવાથી રસાકસી ભર્યો જંગ જોવા મળશે. મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ અહીં 2019માં રમાઈ હતી.
