ટી-20 વર્લ્ડ કપના સુપર-12 મુકાબલાનો આજથી પ્રારંભ; પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય
Live TV
-
ટી-20 વર્લ્ડ કપના સુપર-12 મુકાબલાનો આજ તારીખ 23 મી ઓક્ટોબરના રોજથી પ્રારંભ થયો છે. ત્યારે T-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ દુબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે પાકિસ્તાન સામે મેચ રમવા માટે ભારતીય ટીમ તૈયાર છે. હાલ પાકિસ્તાન સામે કોઈ અલગ રણનીતિ ઘડવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પર અમારુ ધ્યાન કેન્દ્રિત રહેશે. સમય અને સ્થિતિ અનુસાર ખેલાડીઓ અને મેચ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી શરુ થયેલ સુપર-12 મુકાબલાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય થયો હતો. આજે બીજી મેચ વેસ્ટઈન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે, જ્યારે આવતીકાલે પ્રથમ મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ તેમજ બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.
