Skip to main content
Settings Settings for Dark

T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે રોમાંચક મુકાબલો

Live TV

X
  • ગઈકાલ એટલે કે 23મી ઓક્ટોબરના રોજથી 12 દેશો વચ્ચે યુએઈમાં આઈ.સી.સી ટી-20 વર્લ્ડ કપના સુપર-12 નો મુકાબલો શરુ થયો હતો. જેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જ્યારે બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. વર્ષ 2007 ની વિશ્વ વિજેતા ભારતીય ટીમ આજે પોતાના સફરની શરૂઆત પાકિસ્તાન સાથેની મેચથી કરશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજના 7.30 વાગ્યાથી શરુ થનાર છે. 
    બન્ને ટીમનાં આકંડાની વાત કરવામા આવે તો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને ક્યારેક હરાવી શક્યુ નથી. અત્યાર સુધી 5 વાર આ બન્ને ટીમો વચ્ચે મેચ રમાઈ છે, અને આ પાંચેય મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. જ્યારે ઓવરઓલ મેચની વાત કરવામાં આવે તો તેમાં પણ ભારત પાડોશી દેશ પાકિસ્તાનથી આગળ છે. કેપ્ટન તરીકે પોતાનો છેલ્લો વિશ્વ કપ રમી રહેલા વિરાટ કોહલી માટે ન માત્ર આ મેચ પરંતુ સમગ્ર વિશ્વ કપ ખૂબ જ મહત્વનું બની રહેશે. તેઓનું પ્રયત્ન ભારતને વર્લ્ડ કપ અપાવવાનું રહેશે. 
    પત્રકારો સાથે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા ફીટ છે અને એક અથવા બે ઓવર બોલીંગ પણ કરશે. પાકિસ્તાન સાથેની મેચ અંગે કોહલીએ કહ્યું હતું કે, પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. જેને હરાવવા માટે અમારે 100 ટકા મજબૂતાઈથી મેચ રમવી પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply