દુબઈમાં ટી-20 વિશ્વ કપમાં બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું
Live TV
-
ટી 20 વર્લ્ડ કપ 2021 માં બીજી વોર્મ અપ મેચમાં ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 152/5નો સ્કોર કર્યો હતો. જેમાં ટીમ માટે સ્ટીવ સ્મિથે 57 રનની ઈનિંગ રમી હતી તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના સ્પિનર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. 153 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ મજબૂત શરૂઆત કરી હતી. રાહુલે ક્રીઝ પર આવતાની સાથે જ ઝડપી શોટ રમ્યા હતા, રાહુલે 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. જયારે રોહિતે 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ટીમને આ મેચ જિતાડી હતી. જેમાં તેમણે 8 બોલમાં 14 અને સૂર્યકુમારે 27 બોલમાં 38રનની ઈનિંગ રમી હતી. આની પહેલા ઈન્ડિયન ટીમે પહેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે.
