ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ખેલાશે રોમાંચક મુકાબલો
Live TV
-
સેમીફાઇનલ સુધી પહોંચવા બંને દેશો મેદાનમાં ઉતરશે.
ક્રિકેટના ટી-ટ્વેન્ટી વિશ્વકપ મુકાબલામાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વની મેચ રમાશે. સેમીફાઇનલ સુધી પહોંચવા બંને દેશો મેદાનમાં ઉતરશે. જે ટીમ મેચ હારશે તેમના માટે સેમીફાઇનલ સુધી પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની રહેશે. સાંજે સાડાસાતે મેચનો આરંભ થશે. ક્રિકેટ રસિયાઓ મેચના પરિણામ પર નજર રાખીને બેઠા છે.
મહત્વનું છે કે આજે દૂબઇમાં સાંજે 7.30 કલાકે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. તો પહેલી મેચ અબ્બુ ધાબીમાં બપોરના 3.30 કલાકે અફઘાનિસ્તાન અને નામિબિયા વચ્ચે રમાશે.
