T-20 વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે યોજાશે મુકાબલો
Live TV
-
T-20 વર્લ્ડ કપ 2021માં આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયા પાસે અનુભવી ખેલાડીઓની ટીમ છે. જ્યારે શ્રીલંકા પાસે યુવા ખેલાડીઓની ટીમ છે. શ્રીલંકાએ સુપર-12ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાએ અત્યારસુધી રમેલી તમામ 4 મેચ જીતી છે. અન્ય મેચમાં વેસ્ટન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. ગઈકાલની મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતા સમયે બાંગ્લાદેશની ટીમે 9 વિકેટે 124 રન કર્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 14.1 ઓવરમાં 126/2 સ્કોર કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુપર-12માં બાંગ્લાદેશની સતત બીજી હાર સાથે સેમિફાઇનલમાં પહોંચવાની તક મુશ્કેલ થઈ ગઈ છે.
