Skip to main content
Settings Settings for Dark

IPL ની બે નવી ટીમની જાહેરાતઃ આવનાર સીઝનમાં અમદાવાદ અને લખનઉની ટીમ રમશે

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની બે નવી ટીમની જાહેરાત થઇ છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. આરપીએસજી ગ્રુપે હરાજીમાં લખનૌ ફ્રેન્ચાઇઝી જીતી હતી. જ્યારે સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ફ્રેન્ચાઇઝી કબજે કરી હતી. દુબઈમાં કુલ 10 પક્ષો મેદાનમાં ઉતર્યા હતા. IPLની 2 નવી ટીમોની જાહેરાત થતા હવે, 2022 થી 8 ને બદલે 10 ટીમો રમતી જોવા મળશે. 

    ઉલ્લેખનીય છે કે, 2011માં પણ 10 ટીમો રમી હતી. તે સમયે, કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઇઝી લીગનો ભાગ બન્યા હતા. આઈપીએલની બે નવી ટીમોની રેસમાં 6 શહેરો હતા. જેમાં અમદાવાદ, લખનૌ, કટક, ગુવાહાટી, ધર્મશાળા અને ઈન્દોરના નામો હતા. જોકે, સૌથી મજબૂત દાવેદાર અમદાવાદ હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply