ટી-20 વિશ્વકપ સ્પર્ધાની ફાઇનલ આવતીકાલે મેલબર્નમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે
Live TV
-
ટી-20 વિશ્વકપ સ્પર્ધાની ફાઇનલ આવતીકાલે મેલબર્નમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે દોઢ વાગ્યે મેચ શરૂ થશે. આકાશવાણી આ મેચનું જીવંતપ્રસારણ કરશે. ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાની આગાહી મુજબ, આવતીકાલે વરસાદ પડવાનીશક્યતા છે. ICC એ આવતીકાલની મેચ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો ફાઈનલ મેચને બંન્ને દિવસે રમત બંધ રાખવી પડેતો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન બંન્નેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
