વરસાદની આગાહી સાથે આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ
Live TV
-
ઇએસપીએન ક્રિકઇન્ફોના મતે મોસમ વિભાગે જાણકારી આપી છે કે વરસાદની સંભાવના લગભગ 100 ટકા છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મેચના રિઝર્વ ડે એટલે કે સોમવારે 95 ટકા વરસાદની સંભાવના છે. આ દિવસે પાંચથી 10 મીમી વરસાદ થઇ શકે છે. ફાઇનલ માટે ટૂર્નામેન્ટનો નિયમ છે કે મેચમાં પરિણામ માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે.રિઝર્વ ડે પહેલા જ ઓવર ઓછી કરી દેવામાં આવશે.
ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે રવિવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછીના રિઝર્વ ડે સોમવારના દિવસે પણ વરસાદનો ખતરો છે. જો વરસાદ પડશે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. મેલબોર્નમાં રવિવારે 100 ટકા વરસાદની સંભાવના છે. આ દરમિયાન 25 મીમી વરસાદ થઇ શકે છે.
ઇએસપીએન ક્રિકઇન્ફોના મતે મોસમ વિભાગે જાણકારી આપી છે કે વરસાદની સંભાવના લગભગ 100 ટકા છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મેચના રિઝર્વ ડે એટલે કે સોમવારે 95 ટકા વરસાદની સંભાવના છે. આ દિવસે પાંચથી 10 મીમી વરસાદ થઇ શકે છે. ફાઇનલ માટે ટૂર્નામેન્ટનો નિયમ છે કે મેચમાં પરિણામ માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે.રિઝર્વ ડે પહેલા જ ઓવર ઓછી કરી દેવામાં આવશે.
વરસાદના કારણે બન્ને દિવસની રમત નહીં રમાય તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાને ટ્રોફી શેર કરવી પડશે. રિપોર્ટ પ્રમાણે રિઝર્વ ડે ના દિવસે પ્રથમ પ્રાથમિકતા મેચને પુરી કરવા પર રહેશે. તેનો અર્થ એ છે કે રિઝર્વ ડે પહેલા જ ઓવર ઓછી કરી દેવામાં આવશે. મેચ રવિવારે રમાશે અને પુરી નહીં થાય તો બીજા દિવસે મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાં મેચ અટકી હતી. ટોસ થયા પછી મેચ લાઇવ માનવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સ્ટ્રેલિયાના સમય પ્રમાણે મેચ સાત વાગ્યે શરૂ થશે. રિઝર્વ ડે પર સ્થાનિય સમય પ્રમાણે બપોરે 3 કલાકે શરૂ થશે. રવિવારે ફાઇનલના દિવસે ફક્ત 30 મિનિટનો વધારો સમય આપવામાં આવ્યો છે. જો રિઝર્વ ડે નો ઉપયોગ કરવામાં આવશે તો ચાર કલાકનો અતિરિક્ત સમય ઉપલબ્ધ રહેશે. આ પછી જો ટીમ 10-10 ઓવરની મેચ નહીં રમે શકે તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા બનશે.