T-20માં ભારતની હાર સાથે વિશ્વકપમાંથી બહાર
Live TV
-
T-20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડ સામે ભારતની 10 વિકેટથી હાર
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી T-20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એકબીજા સામે ટકરાઈ હતી. જેમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર થઈ હતી. ભારતની હાર સાથે ભારત T-20 વિશ્વકપમાંથી બહાર થયું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લે 2007માં ભારત T-20 વિશ્વકપ જીત્યું હતું. અને 2014માં રનર-અપ રહ્યું હતું. T-20 વિશ્વકપનો ફાઇનલ મેચ હવે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.
