ટેનિસ: આજથી પ્રતિષ્ઠિત ટીમ ટુર્નામેન્ટ લેવર કપની શરૂઆત
Live TV
-
ટીમ યુરોપ અને ટીમ વર્લ્ડ થશે આમને-સામને. કોરોનાના કારણે ટુર્નામેન્ટ 2020માં યોજાઇ ન હતી. આ ટુર્નામેન્ટનું ચોથુ સંસ્કરણ છે. અગાઉ 2017, 2018 અને 2019માં આ પ્રતિયોગિતા યોજાઇ હતી. આ વર્ષે લેવર કપ અમેરિકાના બોસ્ટન ખાતે ટી.ડી. ગાર્ડનમાં રમાશે.
ટીમ યુરોપમાં ઝવેરેવ, રૂબલેવ, બેરેટીની, મેડવેડેવ, સિતસિપાસ અને રૂડ જેવા દિગ્ગજ ખેલાડી સામેલ છે. તો ટીમ વર્લ્ડમાં અલિયાસીમ, શાપોવાલોવ, શ્વોર્ટ્સમેન, ઓપેલકા, ઇસ્નર અને કિર્યોસ જેવા ખેલાડી સામે છે. આ ટુર્નામેન્ટ 24 થી 26 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. ટીમ વર્લ્ડ એક પણ વખત લેવર કપ જીત્યું નથી. આ વખતે પણ ટીમ યુરોપ લેવર કપ જીતવાની પ્રબળ દાવેદાર છે.
