Skip to main content
Settings Settings for Dark

ટેનિસ: વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનની શરૂઆત

Live TV

X
  • આજથી ટેનિસના ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનની શરૂઆત થવા જઇ રહી છે. પેરિસ ખાતે વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન રમાય છે. બે સપ્તાહ સુધી ચાલતી આ ટુર્નામેન્ટમાં પહેલા સપ્તાહમાં 5 હજાર જેટલા પ્રેક્ષકોની હાજરીને પરવાનગી અપાઈ છે જે બીજા સપ્તાહમાં વધીને 10 હજારને પાર થઇ જવાની શક્યતા છે. મહિલા સિંગલ્સની જો વાત કરીએ તો વિશ્વની નંબર એક ખેલાડી અશ્લેય બાર્ટી અને ગત વર્ષની ફ્રેન્ચ ઓપન વિજેતા ઈગા સ્વિઆટેક જીતની  પ્રબળ દાવેદાર છે. 

    પુરુષ સિંગલ્સની જો વાત કરીએ તો 20 ગ્રાન્ડ સ્લેમ અને 13 ફ્રેન્ચ ઓપનના વિજેતા રફેલ નડાલ જીતનો પ્રબળ દાવેદાર છે, વિશ્વનો નંબર એક ખેલાડી અને 18 ગ્રાન્ડ સ્લેમનો વિજેતા સર્બિયાનો નોવાક જોકોવિક નડાલને ખિતાબ માટે ટક્કર આપી શકે છે. ગત વર્ષે 2020ની ફાઇનલમાં નડાલે જોકોવિકને હરાવ્યો હતો. 

    ગત વર્ષે કોવિડના કારણે આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં યોજાઈ હતી પણ આ વર્ષે રાબેતા મુજબ જૂનમાં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ રમાશે. આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં નાઇટ સેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી હવે ફક્ત વિમ્બલ્ડન જ એક ગ્રાન્ડ સ્લેમ રહી ગયું છે જેમાં નાઇટ સેશન હોતા નથી. મહિલા સિંગલ્સ ફાઇનલ 12 જૂને રમાશે અને 13 જૂને પુરુષ સિંગલ્સની ફાઇનલ રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply