Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ટીમ ખાસ જર્સી પહેરીને મેદાને ઉતરશે

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર જર્સીને શેર કરી છે જેને ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહેરીને મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીસી ની ફાઇનલ મેચ 18 જૂનથી સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સમયે મુંબઈમાં ક્વોરેન્ટાઇન છે. ત્યારબાદ ટીમ 2 જૂને ઈંગ્લેન્ડ માટે રવાના થશે. જાડેજાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જર્સી પહેરી પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે 90ના દાયકાને યાદ કરીએ. ભારતે ઈંગ્લેન્ડને હરાવી ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો આ ટેસ્ટ ડ્રો કે ટાઈ થાય તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર 10 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેશે. પરંતુ આ દરમિયાન તેમને પ્રેક્ટિસની મંજૂરી હશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply