Skip to main content
Settings Settings for Dark

મેરી કોમ પાસે છઠ્ઠી વખત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતવાની તક

Live TV

X
  • ઓલિમ્પિક્સમાં રમવા જનારી મેરીકોમ (51 કિલોગ્રામ વર્ગ) અને ભૂતપૂર્વ વર્લ્ડ યુથ ચેમ્પિયન સાક્ષી (54 કિલોગ્રામ વર્ગ) એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી ત્રણ મહિલા બોક્સરોમાં એક છે. તેમણે સેમી ફાઇનલમાં રોમાંચક વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

    બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીએફઆઈ) અને યુએઈ બોક્સિંગ ફેડરેશન દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરતાં પહેલા જ 15 મેડલ મેળવ્યા છે. આ ચેમ્પિયનશીપમાં તેમની અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી છે. ભારતે 2019 માં બેંગકોકમાં 13 મેડલ (2 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ) જીત્યા હતા અને કોષ્ટકમાં ત્રીજા સ્થાને રહ્યા હતા.

    આ વર્ષની વિશેષ વાત એ છે કે ચેમ્પિયનશિપની ઇનામી રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) એ આ ચેમ્પિયનશિપ માટે, 4,00,000 ની ઇનામ રકમ ફાળવી છે. પુરુષો અને મહિલા વર્ગમાં સુવર્ણચંદ્રક વિજેતાઓને 10,000 ડોલર જ્યારે રજત અને કાંસ્ય પદક વિજેતાને અનુક્રમે 5,000 ડોલર અને યુએસ ડોલર 2,500 આપવામાં આવશે.

    છ વખતની ચેમ્પિયન મેરીકોમે તેની મોંગોલિયન હરીફ લુત્સૈખાન ઓલ્ટનસેટબેગને 4-1 થી હરાવી હતી. બે વખતની યુથ વર્લ્ડ ચેમ્પિયન સાક્ષીએ ટોચની ક્રમાંકિત કઝાખ દીના ઝોલમેનને 3-2 થી હરાવી હતી. 64 કિલોગ્રામ કેટેગરીમાં પહેલી જ વખત રમવા ઉતરેલી નાગાલેન્ડની બોક્સર લાલબુતાસૈહીએ કુવૈતની નોઉરા અલ્મુતૈરી સામે તેટલી હદે આક્રમક પ્રહારો કર્યા કે તેણે બીજા રાઉન્ડમાં જ મેચ છોડી દેવાનું મુનાસિબ માન્યું. હવે તેનો સામનો કઝાખસ્તાનની મિલાના સફ્રોનોવા સામે થશે. 

    આ ઉપરાંત ટોક્યો જનારી 69 કિલોગ્રામ વર્ગમાં લવલિના બોર્ગોઇન, 60 કિલોગ્રામ વર્ગમાં સિમરનજિત કૌર અને 48 કિલોગ્રામ વર્ગમાં મોનિકા જ્યારે 57 કિલોગ્રામ વર્ગમાં જયસ્મીનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તે સેમી ફાઇનલમાં હારી ગઈ હતી. મોનિકાને કઝાખસ્તાનની અલુઆ બાલ્કિબેકોવાએ 0-5થી હરાવી હતી. જ્યારે જયસ્મીનને કઝાખસ્તાનની જ વ્લાડીસ્લાવા કુખ્તાએ હરાવી હતી. સિમરનજીત પણ કઝાખની રિમા વોલોસેન્કો સામે હારી ગઈ હતી. લવલિનાને ઉઝબેકિસ્તાનની નવભાકોર ખામિદોવાએ હરાવી હતી. આ બધાથી વિપરીત મેરી કોમના અનુભવ સામે મોંગોલિયન હરીફનો કોઈ જવાબ ન હતો. મેરી કોમે જણાવ્યું હતું કે અહીંના વાતાવરણમાં ભેજ વધારે હતો, તે મને પહેલા રાઉન્ડમાં નડયો હતો. પરંતુ બીજા રાઉન્ડથી મેં રીધમ પકડી લીધી હતી. હું પહેલા પણ તેની સામે લડી ચૂકી હોવાથી તેનો ગેમ પ્લાન સમજવામાં મને ખાસ વાર ન લાગી. ખાસ કરીને મેરી કોમના રાઇટ હૂક પ્રભાવક હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply