મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપમાં બીજી વખત જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
છઠ્ઠી વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ રવિવારે દુબઇમાં રજુ થયેલ 2021 એએસબીસી એશિયન મહિલા અને પુરુષોની બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હારી ગયા હતા. આમ મેરી કોમનો રેકોર્ડ તૂટ્યો અને છઠ્ઠું ગોલ્ડ મેડલ ગુમાવ્યું. 51 કિગ્રા વર્ગની ફાઇનલમાં મેરી કોમને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નાઝિમ કઝાબેએ 3-2થી પરાજય આપ્યો હતો.
બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીએફઆઈ) અને યુએઈ બોક્સિંગ ફેડરેશન દ્વારા સંયુક્ત રીતે આયોજીત આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં મેરી કોમ પછી લાલબુત્સાહી (64 કિગ્રા) ભારત સમક્ષ પોતાનો પડકાર રજૂ કરશે. આ સિવાય ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પૂજા રાણી (75 કિલો) અને અનુપમા (+81 કિલો) આજે અંતિમ મેચ રમશે.
પુરુષ વર્ગમાં ચેમ્પિયન અમિત પંગાલ, આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ મેડલ જીતનાર શિવ થાપા (64 કિગ્રા) અને સંજીત (91 કિગ્રા) સોમવારે છેલ્લી વખત એક્શનમાં દેખાશે.
ભારતે આ ચેમ્પિયનશીપમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરતાં 15 મેડલ જીત્યા છે. આ ચેમ્પિયનશીપમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે બેંગકોકમાં 2019 માં 13 મેડલ (2 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ) જીત્યા હતા અને કોષ્ટકમાં ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ વર્ષની વિશેષ વાત એ છે કે ચેમ્પિયનશિપની ઇનામી રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) એ આ ચેમ્પિયનશિપ માટે, 4,00,000 ની ઇનામ રકમ ફાળવી છે. પુરુષો અને મહિલા વર્ગમાં સુવર્ણચંદ્રક વિજેતાઓને 10,000 ડોલર જ્યારે રજત અને કાંસ્ય પદક વિજેતાને અનુક્રમે 5,000 ડોલર અને યુએસ ડોલર 2,500 આપવામાં આવશે.
નોંધનીય છે કે ભારત, ઉઝબેકિસ્તાન, મંગોલિયા, ફિલિપાઇન્સ અને કઝાકિસ્તાન જેવા મજબુત બોક્સિંગ રાષ્ટ્રો સહિત 17 દેશોના 150 બોકસરોએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે.
