ટેસ્ટમેચના ચોથા દિવસે બાંગ્લાદેશનો સ્કોર 272/6, ટીમ ઈન્ડિયાને 4 વિકેટની જરૂર
Live TV
-
બાંગ્લાદેશની સામે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે હવે માત્ર 4 વિકેટની જરૂર છે. મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે 6 વિકેટે 272 રન બનાવ્યા છે. શાકિબ અલ હસન 40 રને અને મેહદી હસન મિરાજ 9 રને ક્રિઝ પર છે.
ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. મેચના છેલ્લા દિવસે એટલે કે આવતીકાલે બાંગ્લાદેશને 241 રનની જરૂર છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 4 વિકેટની જરૂર છે.
ઝાકિર હસને ચોથા દિવસની રમતમાં બાંગ્લાદેશ માટે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે ડેબ્યૂમાં સદી ફટકારનાર ચોથો બાંગ્લાદેશી બેટર બની ગયો છે. નજમુલ હસન શાન્તોએ 67 રનની ઇનિંગ રમી હતી. હસન અને શાન્તોએ પહેલી વિકેટ માટે 124 રન જોડ્યા હતા. આ બન્નેએ ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ માટે 46 ઓવર સુધીની રાહ જોવડાવી હતી.
આ ટેસ્ટ મેચમાં ભારતે તેની પહેલી ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ 150 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગ 258/2ના સ્કોર પર ડિકલેર કરી અને યજમાન ટીમને 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો
