ફીફા વર્લ્ડકપમાં ફ્રાંસ અને આર્જેન્ટિના વચ્ચે આજે રમાશે ફાઇનલ મેચ
Live TV
-
ફીફા વર્લ્ડકપમાં ક્રોએશિયાએ મોરક્કોને હરાવ્યું છે અને ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે.
ફીફા વર્લ્ડકપમાં ગત વર્લ્ડકપની વિજેતા ફ્રાંસ અને બે વાર વર્લ્ડકપ જીતનાર અર્જેંટિના વચ્ચે આજે રાત્રે સાડા આઠ વાગ્યે ફાઈનલ મેચ રમાશે. ફ્રાંસને જીતાડવાની જવાબદારી સ્ટાર સ્ટ્રાઈકર કિલિયન અંબાબે પર હશે, જ્યારે અર્જેંટિનાને જીતાડવાની જવાબદારી કેપ્ટન મેસ્સી પર હશે. આ મેચ સાથે વર્લ્ડક્લાસ ખિલાડી મેસ્સી ફૂટબોલથી વિદાય પણ લેશે. પ્રતિયોગિતાનો રંગારંગ સમારોહ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
ફીફા વર્લ્ડકપમાં ક્રોએશિયાએ મોરક્કોને હરાવ્યું છે અને ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. બંને ટીમોએ આક્રમક શરૂઆત કરીને પહેલી 9 મિનિટમાં બે ગોલ કરી દીધા હતા. સાતમી મિનિટમાં ક્રોએશિયાના જોસ્કો ગ્વાર્ડિઓલે ગોલ કરીને ટીમને આગળ વધારી હતી. નવમી મિનિટી મોરક્કોના અશરફ દારીએ પણ ગોલ કરીને બરાબરી નોંધાવી હતી. 42મી મિનિટમાં મિસ્લાવ ઓસેકે ગોલ કરીને ક્રોએશિયાનિ નિર્ણાયક રીતે આગળ વધાર્યું હતું. વર્ષ 1978માં ત્રીજા સ્થાન પર આવનાર લેટિન અમેરિકી ટીમ છેલ્લી ટીમ હતી. 40 લાખથી ઓછી વસ્તી ધરાવનાર ક્રોએશિયા છેલ્લે ઉપવિજેતા રહ્યું હતું અને વર્ષ 1998માં ત્રીજા સ્થાન પર રહ્યું હતું. સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમને મ્હાત આપનાર મોરક્કો પહેલો આફ્રિકન દેશ છે, જે વર્લ્ડકપમાં ચોથા સ્થાન પર રહ્યું છે.
