FIH ભારતીય મહિલા હોકી ટીમે નેશન્સ કપમાં સ્પેનને 1-0થી હરાવ્યું
Live TV
-
ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે વિમેન્સ નેશન્સ કપ હોકી ટુર્નામેન્ટ જીતી લીધી છે. ભારતીય મહિલા ટીમે વેલેન્સિયામાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેનને 1-0થી હરાવ્યું હતું. એકમાત્ર ગોલ ગુરજીત કૌરે કર્યો હતો. હોકી ઈન્ડિયાએ તમામ ખેલાડીઓને 2-2 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે ભારતીય ટીમ 2023-2024 FIH પ્રો લીગ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
