Skip to main content
Settings Settings for Dark

ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

Live TV

X
  • ચિત્તાગોંગના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 188 રનથી શાનદાર જીત નોંધાવી છે. બાંગ્લાદેશે મેચના અંતિમ દિવસની શરૂઆત 272-6થી કરી હતી, જેને જીતવા માટે 241 રનની જરૂર હતી, પરંતુ તે 513ના વિશાળ સ્કોરનો પીછો કરતા મંચનાઅંતિમ દિવસે એક કલાકમાં 324 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશે ભારતના પડકારજનક સ્કોરનો પીછો કરવા માટે ખુજ પ્રયાસ કર્યો હતો. પરંતુ અક્ષર પટેલના શાનદાર બોલીંગના કારણે બાંગલાદેશ ને હારનો સામનો કરવો પડ્યો હતો.  કુલદીપ યાદવે બીજી ઇનિંગમાં 73 રન આપીને 3 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં પણ, તેણે પ્રભાવશાળી 5-40 લીધા હતા, જેણે પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

    બાંગ્લાદેશના સુકાની શાકિબ હસને 108 બોલમાં કુલદીપ યાદવ સામે આઉટ થતા પહેલા 84 રન ફટકારીને સખત સંઘર્ષ કર્યો હતો. તેના 84 રનમાં 6 સિક્સ અને 6 ફોરનો સમાવેશ થાય છે. નવોદિત બેટ્સમેન ઝાકિર હસને રવિચંદ્રન અશ્વિનનો શિકાર બનતા પહેલા 224 બોલમાં 100 રન બનાવ્યા હતા. 

    ચેતેશ્વર પુજારા (90) અને શ્રેયસ અય્યર (86)ના શાનદાર સ્કોરથી ભારતે મેચની પ્રથમ ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. આ મોટા સ્કોરના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર શુભમન ગિલ (110) અને ચેતેશ્વર પૂજારાના અણનમ 102 રનની મદદથી ભારતે તેનો બીજો દાવ 258-2 પર ડિકલેર કર્યો હતો.

    શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply