Skip to main content
Settings Settings for Dark

FIFAમાં આર્જેન્ટિના જીત્યું: ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવ્યું

Live TV

X
  • ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે FIFA વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં આર્જેન્ટિનાએ 36 વર્ષ પછી વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી હતી. 120 મિનિટ પછી બન્ને ટીમ 3-3ની બરાબરી પર રહી હતી. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટ 4-2થી જીતી લીધી હતી. ફ્રાન્સના યુવા પ્લેયર કાઇલિયન એમ્બાપ્પેએ ફાઈનલમાં હેટ્રિક લગાવી હતી. તે આવું પરાક્રમ કરનારો વર્લ્ડનો પહેલો ફૂટબોલર બની ગયો છે. જોકે તેની આ હેટ્રિક કામ ના આવી. અંતે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના જીતી ગઈ હતી.

    છેલ્લે 1986માં આર્જેન્ટિનાને આ ખિતાબ જીતવામાં સફળતા મળી હતી. ટુર્નામેન્ટમાં આઠ ગોલ કરવામાં સફળતા મેળવી ચુકેલા ફ્રાન્સના કિલિપન એમ્બાપ્પેને ગોલ્ડન બૂટ તો આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસીને ગોલ્ડન બોલ જીતવામાં સફળતા મળી  છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આર્જેન્ટિનાને વિજય બદલ અભિનંદન આપ્યા હતા.
     

    Congratulations to France for a spirited performance at the #FIFAWorldCup! They also delighted Football fans with their skill and sportsmanship on the way to the finals. @EmmanuelMacron

    — Narendra Modi (@narendramodi) December 18, 2022

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply