ટોક્યોમાં ભારતે રચ્યો ઈતિહાસઃ ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ મેળવ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
ટોક્યોમાં ભારતે રચ્યો ઈતિહાસ. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. નીરજ ચોપડાએ ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રમત-ગમતમંત્રીએ પાઠવી શુભેચ્છા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નીરજની આ ઉપલબ્ધિ હંમેશા રહેશે યાદ..ટોક્યો 2020માં ભારતે મેળવ્યા અત્યાર સુધી કુલ 7 મેડલ.
