Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા દિવસે ભારતનાં પ્રદર્શનનો સંક્ષિપ્ત અહેવાલ

Live TV

X
  • આવતીકાલનો ઓલિમ્પિક્સમાં ભારતની વિવિધ રમતનો કાર્યક્રમ

    શુંટીંગમાં ભારતને નિરાશા હાથ લાગી
    ઓલિમ્પિક્સમાં મંગળવારે શુંટીંગમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. 10 મીટર એર પિસ્ટોલ  મિકસ્ડ ટીમ પ્રતિયોગિતામાં મનુ ભાકર-સૌરભ ચૌધરીની જોડી ક્વાલિફિકેશનના બીજા રાઉન્ડમાં અને યશશ્વિની દેશવાલ-અભિશેક વર્માની જોડી પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઇ ગઇ હતી. ક્વાલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં મનુ ભાકર-સૌરભ ચૌધરીની જોડી પ્રથમ રહી હતી અને યશશ્વિની દેશવાલ-અભિશેક વર્માની જોડી 17મા સ્થાન પર રહી હતી. ક્વાલિફિકેશનના બીજા રાઉન્ડમાં મનુ ભાકર-સૌરભ ચૌધરીની જોડી 7મા સ્થાન પર રહી હતી અને પ્રતિયોગિતમાંથી બહાર થઇ ગઇ હતી.

    હોકીમાં ભારતની સ્પેન સામે 3-0થી જીત
    હોકીમાં ભારતે સ્પેનને 3-0થી હરાવી ગ્રુપ એ ની મહત્વપૂર્ણ મેચ જીતી હતી. ભારત તરફથી રૂપિન્દર પાલ સિંઘે બે ગૉલ અને સિમરનજીત સિંઘે એક ગૉલ કર્યો હતો. આ જીત સાથે ગ્રુપ એ માં ભારત 6 અંક સાથે બીજા સ્થાન પર છે. ભારતની ઓલિમ્પિક્સમાં આ બીજી જીત હતી. અગાઉ ભારતે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામે 7-1ની પરાજય બાદ ભારતીય ટીમે જીત સાથે ક્વાર્ટર ફાઇનલની આશાને વધુ પ્રબળ બનાવી હતી. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમમાં પણ ભારતને હારનો સામનો કરવો પડયો હતો. ક્વાલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં એલાવેનિલ વલારિવન-દિવ્યાંશ પનવરની જોડી 12મા સ્થાન પર અને અંજુમ મોડગિલ-દિપક કુમારની જોડી 18મા સ્થાન પર રહી હતી.

    બેડમિંટનમાં સાતવિકસાઇરાજ રાંકીરેડી-ચિરાગ શેટીની જોડી ઓલિમ્પિક્સમાંથી બહાર
    બેડમિંટનમાં સાતવિકસાઇરાજ રાંકીરેડી-ચિરાગ શેટીની ભારતીય જોડી ઓલિમ્પિક્સમાંથી બહાર થઇ ગઇ હતી. ત્રીજી ગ્રુપ મેચમાં આજે તેમણે બ્રિટનની જોડીને હરાવી જીત મેળવી હતી પરંતુ એકંદરે તે ગ્રુપ સ્થાને  ત્રીજા ક્રમ પર રહ્યા હતા, અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ માટે ટોપ-2 માં આવવું અનિવાર્ય હતું. 

    ટેબલ ટેનિસમાં શરથ કમલની હાર
    ટેબલ ટેનિસમાં શરથ કમલની ત્રીજા રાઉન્ડમાં રીઓ 2016ના સુવર્ણચંદ્રક વિજેતા ચાઇનાના મા લોંગ સામે 1-4 થી હાર થઇ હતી. આ સાથે તે ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઇ ગયો હતો. 

    બોક્સિંગમાં ભારતની લવલિના બોર્ગોહેન મેડલથી ફકત એક જીત દૂર
    બોક્સિંગમાં 69 કિલોગ્રામ વર્ગમાં ભારતની લવલિના બોર્ગોહેનની 3-2થી જીત થઇ હતી અને તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. લવલિનાને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી અને આ તેની બીજા રાઇન્ડની મેચ હતી. લવલિના હવે ઓલિમ્પિક મેડલથી ફકત એક જીત દૂર છે.

    સેઇલિંગમાં આજે ભારતનું ત્રણ ઇવેન્ટમાં પ્રતિનિધિત્વ
    સેઇલિંગમાં મહિલા લેસર રેડિયલ ઇવેન્ટમાં ભારતની નેથરા કુમાનન આજે છઠ્ઠી રેસના અંતે 38માં સ્થાને રહી હતી. હવે 4 રેસ બાકી છે. પૂરૂષોની 49er FX ઇવેન્ટમાં પ્રથમ રેસ પછી ગનાપથી અને વરૂણની ભારતીય ટીમ 18મા સ્થાન પર હતી. પૂરૂષોની લેસર રેસ ઇવેન્ટમાં વિષ્ણુ સરાવનન છઠ્ઠી રેસમાં 12મા સ્થાને હતો. 

    આવતીકાલનો ઓલિમ્પિક્સમાં ભારતની વિવિધ રમતનો કાર્યક્રમ
    બુધવારે ઓલિમ્પિક્સમાં તીરંદાજીમાં મહિલા એકલ પ્રતિયોગિતામાં દિપિકા કુમારી અને પૂરૂષ એકલ પ્રતિયોગિતામાં તરૂણદીપ રાય અને પ્રવિણ જાધવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બુધવારે ઓલિમ્પિક્સમાં ભારત માટે કોઇ મેડલ ઇવેન્ટ નથી. બેડમિંટનમાં મહિલા એકલ વર્ગમાં પી.વી. સિંધુ અને પૂરૂષ એકલ વર્ગમાં બી સાંઇ પ્રનીથ પોતાના ગ્રુપ સ્ટેજની મેચ રમશે. બોક્સિંગમાં પુજા રાની 75 કિલોગ્રામ વર્ગમાં પોતાની પ્રથમ મેચ રમશે. હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રિટન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચ રમશે. અત્યાર સુધી ટીમ એક પણ મેચ જીતવામાં અસફળ રહી છે અને ગ્રુપમાં અંતિમ સ્થાન પર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply