Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના આજના પ્રદર્શનનો અને આલતીકાલની વિવધ રમતનો સંક્ષિપ્ત અહેવાલ

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં આજની રમતોમાં ભારતીય રમતવીરોનું પ્રદર્શન નીચે પ્રમાણે છે.

    બેડમિંટન:
    ઓલિમ્પિક્સમાં બુધવારે બેડમિંટનમાં રિયો ઓલિમ્પિક્સ 2016ની રજત પદક વિજેતા ભારતની પી.વી. સિંધુની 21-9, 21-16 થી જીત થઇ હતી. ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહી તેણે અંતિમ 16 માટે ક્વોલિફાય કર્યું હતું. 

    હોકી:
    હોકીમાં ભારતીય મહિલા ટીમની બ્રિટન સામે 1-4થી હાર થઇ હતી. ભારત તરફથી શર્મિલા દેવીએ 23મી મિનિટમાં ગૉલ કર્યો હતો. ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ જીતવામાં અસફળ રહ્યું છે. હવે ભારતનો મુકાબલો 30મી જુલાઇએ આયરલેન્ડ સામે થશે. ભારત ગ્રુપ એ માં હાલ પાંચમાં સ્થાન પર છે અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવા ટોપ ચારમાં સ્થાન મેળવવું અનિવાર્ય છે.

    તીરંદાજી:
    પુરુષ એકલ તીરંદાજી પ્રતિયોગિતામાં ભારતના તરુણદીપ રાયની રાઉન્ડ ઓફ 64ની મેચમાં 6-4 થી જીત થઇ હતી. પરંતુ રાઉન્ડ ઓફ 32ની મેચમાં 5-6 થી હારની સાથે તરુણદીપ રાય ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઇ ગયા હતા જયારે પ્રવિણ જાધવ રાઉન્ડ ઓફ 64ની મેચમાં 6-0થી જીત થઇ હતી. પરંતુ રાઉન્ડ ઓફ 32ની મેચમાં 0-6 થી હારની સાથે પ્રવિણ જાધવ ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઇ ગયા હતા. મહિલા એકલ તીરંદાજીમાં ભારતની દિપિકા કુમારીએ ભુટાનની તીરંદાજ કર્માને 6-0થી હરાવી રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી હતી. દિવસના બીજા મુકાબલામાં રાઉન્ડ ઓફ 32માં અમેરિકાની જેનિફર ફર્નાનડીઝને રોમાંચક મુકાબલામાં 6-4 થી હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી હતી.

    સેઇલિંગ અને રોઈંગ:
    સેઇલિંગમાં 49er પૂરૂષ રેસમાં બીજી, ત્રીજી અને ચોથી રેસમાં ક્રમશઃ 18મા,18માં અને 19માં સ્થાને રહ્યા હતા. ચાર રેસની સમાપ્તિ પછી તેઓ 18મા સ્થાન પર છે. રોઈંગ ડબલ્સ સ્કલ્સમા અર્જુન લાલ અને અરવિંદ સિંહની જોડી સેમીફાઇનલ A/B 2 માં છઠ્ઠા સ્થાન પર રહી હતી. તેથી તેઓ મેડલની રેસમાંથી બહાર થઇ ગયા હતા કારણ કે ફાઇનલમાં પ્રવેશ માટે ટોપ 3 આવવું અનિવાર્ય હતું. હવે તેઓ ફાઇનલ બી રેસમાં 7થી-12માં સ્થાન માટેની રેસમાં તેઓ ભાગ લેશે.

    આવતીકાલે ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમની વિવિધ રમતોનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

    બેડમિંટન: પી.વી. સિંધુ તેનાં અંતિમ 16ની મેચ ડેન્માર્કની મિયાં બ્લીચફેલ્ટ સામે રમશે
    તીરંદાજી: પુરુષ એકલ તીરંદાજી પ્રતિયોગિતામાં ભારતના અતાનુ દાસ દેશનું પ્રતિનિધિત્વ કરશે
    બોક્સિંગ: મેરી કોમ રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં કોલમ્બિયાની વેલેન્સિયા સામે અને મુક્કાબાજ સતિષ કુમાર પણ રાઉન્ડ ઓફ 16ની મેચ રમશે
    શુટીંગ: 25 મીટર પીસ્ટલમાં મનુ ભાકર અને રાહી સરનોબત ભારતનું પ્રતિનિધત્વ કરશે
    હોકી: ભારત આર્જેન્ટીના સામે પોતાની ગ્રુપ સ્ટેજની ચોથી મેચ રમશે.હાલ ગ્રુપ એ માં ભારત બીજા સ્થાન પર છે. ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ માટે ટોપ-4 માં સ્થાનમાં રહેવું અનિવાર્ય છે.
    ગોલ્ફ: અનિરબાન લેહરી અને ઉદયન માને પોતાની પ્રથમ રાઉન્ડની મેચ સાથે ભારતનું પ્રતિનિધત્વ કરશે
    સેઇલિંગ: મહિલા એકલ લેસર રેસમાં ભારતની નેથરા કુમાનન અને પૂરૂષ એકલ લેસર રેસમાં વિશ્નુ સરાવનન ભાગ લેશે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply