ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20, શ્રીલંકાનો ટૉસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય
Live TV
-
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજી T20 મેચ 27 જુલાઈનાં રોજ યોજાવાની હતી પરંતુ ભારતીય ખેલાડી કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થતા મેચ રદ કરાઈ હતી. ભારત પ્રથમ ટી20 મેચ જીતીને ત્રણ મેચની ટી20 સીરીઝમાં 1-0થી આગળ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન : શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પદિકલ, સંજુ સેમસન (WK), નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચહર, નવદીપ સૈની, વરૂણ ચક્રવર્તી અને ચેતન સાકરિયા.
શ્રીલંન્કા પ્લેઇંગ 11: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ધનંજય ડી સિલ્વા (વાઇસ-કેપ્ટન), સદિરા સમરવિક્રમ, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેડિન્સ, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, ઇસુરુ ઉદના, અકિલા ધનંજાયા અને દુષ્યંત ચમિરા.
