Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના આજના પ્રદર્શનનો અને આવતીકાલની વિવિધ રમતનો સંક્ષિપ્ત અહેવાલ

Live TV

X
  • ઓલિમ્પિક્સમાં ગુરૂવારનો દિવસ રહ્યો ભારત માટે શાનદાર. ટોક્યો ઓલિમ્પિક્સમાં આજની રમતોમાં ભારતીય રમતવીરોનું પ્રદર્શન નીચે પ્રમાણે છે.

    હોકી:
    હોકીમાં ગ્રુપ એ ના ભારતના ચોથા મુકાબલામાં આર્જેન્ટીના સામે 3-1થી જીત થઇ હતી. આ જીત સાથે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત તરફથી વરૂણ કુમાર, વી એસ પ્રસાદ અને હરમનપ્રીત સિંઘે ગૉલ કર્યો હતો. ભારત ગ્રુપમાં 9 અંક સાથે બીજા સ્થાન પર છે અને તેણે ટોપ 2 માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટોપ ચાર ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવશે. ભારત આવતીકાલે જાપાન સામે ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમશે.

    બેડમિંટન:
    બેડમિંટનમાં પી.વી. સિંધુએ ડેનમાર્કની મીઆ બ્લીચફેલ્ટ સામે 21-15, 21-13 થી શાનદાર જીત મેળવી હતી અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં આવતીકાલે પી.વી. સિધુનો મુકાબલો ચોથી ક્રમાંકિત ખેલાડી જાપાનની અકાને યામાગુચી સામે થશે. 

    તીરંદાજી:
    પુરુષ એકલ તીરંદાજી પ્રતિયોગિતામાં ભારતના અતાનુ દાસે કોરિયાના ઓ જેને રાઉન્ડ ઓફ 32ના એક રોમાંચક મુકાબલામાં 6-5થી હરાવી પ્રિ-કવાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ રાઉન્ડ ઓફ 64ની મેચમાં અતાનુ દાસે 6-4 થી ચાઇનીઝ તાઇપેઇના ડેંગને મ્હાત આપી હતી. હવે 31મી જુલાઇએ અતાનુ દાસનો મુકાબલો જાપાનના તાકાહારુ ફુરૂકાવા સામે થશે.

    બોક્સિંગ:
    મુક્કાબાજીમાં રાઉન્ડ ઓફ 16 ના મુકાબલામાં સતીષ કુમારે જમાઇકાના રિકાર્ડો બ્રાઉન સામે 4-1થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં 1લી ઓગસ્ટે સતીષનો મુકાબલો પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઉઝબેકિસ્તાનના બાખોદિર જાલોલોવ સામે થશે. બોક્સિંગમાં રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં મેરી કોમની 3-2 થી હાર થઇ હતી અને તેઓ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયા હતા.

    શુટીંગ:
    શુટીંગમાં  મહિલા 25 મીટર પિસ્ટલ ક્વાલિફિકેશન પ્રિસિજન રાઉન્ડની સમાપ્તિ પછી ભારતની મનુ ભાકર 292 અંક સાથે પાંચમાં સ્થાન અને ભારતની રાહી સરનોબત 287 અંક સાથે 25માં સ્થાન પર છે. આવતીકાલે અંતિમ ક્વાલિફિકેશન રાઉન્ડ રમાશે. 44 શૂટરમાંથી પ્રથમ આઠને ફાઇનલમાં સ્થાન મળશે.

    રોઇંગ:
    રોઇંગમાં લાઇટવેટ ડબલ સ્કલ્સમાં અર્જુન લાલ અને અરવિંદ સિંધની ભારતીય જોડી ફાઇનલ બી ઇવેન્ટમાં પાંચમાં સ્થાન પર રહી હતી. આમ એકંદરે તેઓ 11માં સ્થાન પર રહ્યા હતા. નૌકાયાનની સ્પર્ધામાં ભારતનું અત્યાર સુધીનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું

    સેઇલિંગ:
    સેઇલિંગમાં પુરૂષ એકલ લેસર રેસમાં ભારતનો વિષ્ણુ સરાવનન 7મી રેસના અંતે 27માં સ્થાન પર અને આઠમી રેસમાં 23માં સ્થાન પર રહ્યો હતો. એકંદરે તે 165 અંક સાથે 23માં ક્રમ પર છે. રેસમાં કુલ 35 પ્રતિસ્પર્ધી છે. સેઇલિંગમાં 49er પૂરૂષ ટીમ રેસમાં ભારતના કે. ગનાપથી અને વરૂણ ઠક્કર પાંચમી રેસમાં 16માં સ્થાન પર અને છઠ્ઠી રેસમાં સાતમાં સ્થાન પર રહ્યા હતા. તેઓ એકંદરે 19 ટીમમાંથી 17માં સ્થાન પર છે અને હવે 6 રેસ બાકી છે. સેઇલિંગમાં મહિલા એકલ લેસર રેસમાં ભારતની નેથરા કુમાનન સાતમી રેસમાં 22માં સ્થાન અને આઠમી રેસમાં 20માં સ્થાન પર રહી હતી. એકંદરે તે 216 અંક સાથે 31માં ક્રમ પર છે.

    સ્વિમિંગ:
    ભારતનો સ્વિમર સજન પ્રકાશ પુરૂષોની 100 મીટર બટરફ્લાય ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરવામાં અસફળ રહ્યો હતો. ભારતના સ્વિમર સજન પ્રકાશ પુરૂષોની 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં હીટ 2 માં 53.45 સેકન્ડના સમય સાથે બીજા સ્થાન પર રહ્યા હતા.

    ગોલ્ફ:
    ટોક્યો 2020માં પ્રથમ રાઉન્ડના અંતે ભારતીય ગોલ્ફર ઉદાયન માનેના પ્રથમ દિવસના અંતે (+5) અંક અને અનિરબાન લહેરીના પ્રથમ દિવસના અંતે (-4) અંક હતા.

    આવતીકાલે ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમની વિવિધ રમતોનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

    બેડમિંટન: પી.વી.સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યામાગુચી સામે રમશે.
    તીરંદાજી: દિપિકા કુમારી મહિલા એકલ ઇવેન્ટમાં પ્રિક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.
    બોક્સિંગ: મુક્કેબાજીમાં 69 કિલોગ્રામ વર્ગમાં લવલિના બોરગોહેન તેની ક્વાર્ટર ફાઇનલ મેચ અને સીમરનજીત કૌર 60 કિલોગ્રામ વર્ગમાં તેની પ્રથમ મેચ રમશે.
    શુટીંગ:  મહિલા 25 મીટર પિસ્ટલ ક્વાલિફિકેશન રાઉન્ડમાં ભારતની મનુ ભાકર અને રાહી સરનોબત ફાઇનલમાં પ્રવેશ માટે રમશે.
    હોકી: મહિલા ટીમ આયરલેન્ડ સામે અને પુરૂષ ટીમ જાપાન સામે ગ્રુપ સ્ટેજની મેચ રમવા મેદાન પર ઉતરશે
    સેઇલિંગ:  પુરૂષ એકલ લેસર રેસમાં ભારતનો વિષ્ણુ સરાવનન, મહિલા એકલ લેસર રેસમાં ભારતની નેથરા કુમાનન અને 49er પૂરૂષ ટીમ રેસમાં ભારતના કે. ગનાપથી અને વરૂણ ઠક્કર પોતાની બાકી રહેલ રેસમાં લેશે ભાગ.
    એથલેટીક્સ( ક્વાલિફિકેશન સ્ટેજ): પુરૂષની 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ મુકુંદ, પુરૂષોની 400 મીટર હર્ડલમાં પલિયાલીલ જબીર અને 4*400 મીટર રીલે મીક્સ્ડ રેસમાં ભારત રમશે.
    ગોલ્ફ: ભારતીય ગોલ્ફર ઉદાયન માને અને અનિરબાન લહેરી બીજા રાઉન્ડની મેચ રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply