ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર વિજેતા ખેલાડીએ જાતે જ મેડલ ગળામાં પહેરવાનો રહેશે
Live TV
-
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે વિજેતા ખેલાડીએ જાતે જ ગળામાં મેડલ પહેરવાનો રહેશે
ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારા ખેલાડીઓએ કોરોના સંક્રમણ ટાળવા માટે જાતે જ મેડલ પહેરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાખે 339 ઇવેન્ટ્સના પરંપરાગત મેડલ સમારોહમાં થતી આવતી પ્રથામાં આ મહત્વપૂર્ણ પરિવર્તનની જાણકારી આપી છે. થોમસ બાખે સમજાવ્યું કે, મેડલ ટ્રેમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એથ્લેટ્સ મેડલ લઇને તેમના ગળામાં જાતે જ પહેરશે જેથી સંક્રમણ ન ફેલાય. તેમણે તે પણ પુષ્ટિ આપી હતી કે ટોક્યોમાં સમારોહ દરમિયાન હેન્ડશેક્સ અને હગને મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય રીતે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યો અથવા વરિષ્ઠ અધિકારીઓ વિજેતા ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ પહેરાવે છે પણ કોરોનાને ધ્યાનમાં રાખી આ પ્રથામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
