ટોયકાથોન 2021ના ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ શિક્ષણ મંત્રી દ્વારા કરાયું
Live TV
-
મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રીએ આજે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ટોયકાથોન 2021ના ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન કર્યું હતું. ટોયકાથોન 2021નું આયોજન પાંચ અન્ય મંત્રાલયોના સહયોગથી શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સ્મૃતિ ઇરાનીએ તે ક્ષણને ઐતેહાસીક ગણાવી જ્યારે દેશની પ્રથમ ટોયકાથોન વિશ્વને સમર્પિત કરવામાં આવી રહી છે. સ્મૃતિ ઇરાનીએ 1 લાખ 77 હજાર 49 વ્યક્તિગત ટીમોને અભિનંદન આપ્યા જેણે ટોયકાથોન 2021 માં તેમના વિચારો રજૂ કર્યા.
સ્મૃતિ ઈરાનીએ ચિંતા વ્યક્ત કરી હતી કે આયાત કરેલા બાળકોના રમકડાંમાંથી 85 ટકા મુખ્યત્વે પ્લાસ્ટિકના બનેલા છે. ટકાઉ વિકાસ માટે વડાપ્રધાનની વૈશ્વિક પ્રતિબદ્ધતાની પ્રેરણા દોરતા, તેમણે સંશોધન સંસ્થાઓ અને રમકડા ઉત્પાદકોને ટકાઉ અને ગુણવત્તાવાળા રમકડાં બનાવવા માટે આમંત્રણ આપ્યું.તેમણે એ પણ સલાહ આપી કે, ભારતએ રમકડા ક્ષેત્રને ઇલેક્ટ્રોનિક રમકડાં માટે પૂરતી અને નવીન ટેકનિકોથી સજ્જ કરવું જોઈએ.
