વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગઈકાલે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ હતી
Live TV
-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગઈકાલે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 2 વિકેટના નુકસાને 64 રન બનાવ્યા છે. ભારતની પહેલી ઇનિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ તથા ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. તો અશ્વિને બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. હાલ ભારતે 32 રનની લીડ મેળવી લીધી છે. પાંચ દિવસની રમત પુરી થઈ ગઈ છે, જોકે 23 જૂન એટલે કે આજના દિવસનો રિઝર્વ ડે તરીકે ઉપયોગ કરાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ દાવમાં સૌથી વધુ ડેવોન કોનવેએ 54 રન ફટકાર્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 217 રન કર્યા હતા. ભારત તરફથી રહાને દ્વારા સર્વાધિક 49 રન કરવામાં આવ્યા અને કાઇલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી.
