ત્રિકોણીય સીરીઝની ફાઈનલ મેચમાં ભારતને હાર આપી સાઉથ આફ્રિકાએ કર્યો કબજો
Live TV
-
ભારતની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 109 રન બનાવ્યા હતા
સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે રમાયેલી ત્રિકોણીય ટી20 સીરિઝની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમને ભારતીય મહિલા ટીમને માત આપી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. જવાબમાં 110ના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 18 ઓવરમાં જ 110 રન બનાવીને સીરિઝ પર કબ્જો કરી લીધો છે. સાઉથ આફ્રિકાની ખેલાડી ટ્રાઓને ગઈકાલની મેચમાં ઘણું સારું પ્રદર્શન કરતા માત્ર 32 બોલમાં અણનમ રહીને 57 રન બનાવ્યા હતા. જ્યારે ભારતની બોલર સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી હતી અને કેપ્ટન હરમનીપ્રીત કૌરે 22 બોલમાં 21 રન બનાવ્યા હતા.
