મહિલાઓ માટેની SAFF ફૂટબોલ સ્પર્ધાનો બાંગ્લાદેશમાં આજથી આરંભ
Live TV
-
દક્ષિણ એશિયાઈ ફૂટબોલ સંગઠન સાફના ઉપક્રમે 20 વર્ષથી ઓછી ઉંમરની મહિલા ખેલાડીઓ માટેની ફૂટબોલ સ્પર્ધાનો આજથી બાંગ્લાદેશના ઢાકામાં આરંભ થશે. આજે રમાનારી પહેલી મેચમાં ભારત અને ભૂતાન વચ્ચે મુકાબલો થશે. આ સ્પર્ધામાં બાંગ્લાદેશ અને નેપાળ પણ રમશે. ચાર ટીમો રોબીન રાઉન્ડ પધ્ધતિમાં અન્ય સ્પર્ધક ટીમ સામે રમશે. રોબીન રાઉન્ડના અંતે પહેલું અને બીજું સ્થાન મેળવનાર ટીમો આગામી નવ ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમશે.
