ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં, બીજા દિવસ ઇંગ્લેન્ડ ભારત પર 345 રનથી લીડ મેળવી
Live TV
-
ઈંગ્લેન્ડના કપ્તાન જો રૂટે ફટકારી સદી, બીજા દિવસે રમતના અંતે ઈંગ્લેન્ડે બનાવ્યા 8 વિકેટ પર 423 રન, પાંચ મેચોની શ્રેણીમાં ભારતમાં હાલ એક શૂન્યથી આગળ....
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ શ્રેણીની પાંચ ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટ મેચ ના બીજા દિવસે ઇગ્લેન્ડે પ્રથમ દાવમાં આઠ વિકેટે 423 રન બનાવ્યાં છે. આ રીતે ઇગ્લેન્ડ ટીમે 345 રનની સરસાઇ મેળવી છે. ઇગ્લેન્ડના કેપ્ટન જો-રૂટે 121 રનની ઇનીગ્સ, જ્યારે ડેવિડ મલાને 70 રન બનાવ્યાં જ્યારે ઓપનર રોડી બર્નરે 61, જ્યારે હસીદ હમીદે 68 રનની ઇનીગ્સ રમી હતી. ભારત તરફથી મોહમદ સમીએ ત્રણ, મોહમદ સીરાઝ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી જ્યારે જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ દિવસે ભારત 78 રને ઓલઆઉટ થયું હતું. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત હાલ 1-0 થી આગળ છે. હેડીગ્લેના મેદાન ઉપર ભારતીય ટીમના રેકોર્ડની વાત કરવામાં આવે તો ટીમ આ મેદાન ઉપર 54 વર્ષથી અપરાજીત છે.
