પેરાલિમ્પિકની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડી પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં
Live TV
-
ભાવિના પટેલ મેડલથી એક કદમ દુર, પહેલીવાર કોઇ ભારતીય ખેલાડી ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું
જાપાનના ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતે ઇતિહાસ રચ્યો છે.. પહેલીવાર ટેબલ ટેનિસની સ્પર્ધામાં ભારતીય ખેલાડી ભાવિના પટેલે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે...ખાસ વાત એ છે કે, ભાવિના પટેલ ગુજરાતી છે અને તેમની આ સિદ્ધિથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સાથે ગુજરાતનું નામ રોશન થયું છે....ભાવિના પટેલ મેડલથી હવે એક કદમ દુર છે. આજે બપોરે પોણા ચાર વાગ્યે રમાનારી ક્વાર્ટર ફાઇનલન મેચમાં ભાવિના પટેલની બ્રાઝિલની મહિલા ખેલાડી જોયે ઓલિવિરિયા સાથે ટક્કર થશે અને જો આ મેચમાં ભાવિના પટેલ બાજી મારે છે તો પેરાલિમ્પિક માં ભારતનો વધુ એક મેડલ પાક્કો થશે.
