સાબરકાંઠા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન
Live TV
-
સાબરકાંઠા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જુદી જુદી ૧૫ રમતો જેવી કે ફૂટબોલ, હોકી, ચેસ, યોગાસન, સ્કેટીંગ, કરાટે, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ટેનિસ,લોન ટેનિસ,એથ્લેટીક્સ, વોલીબોલ, શુટીંગ, જુડો વગેરે રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ૧૯ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લઇ શકશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પાંચમી સપ્ટેમ્બર સુધીમાં પોતાના નામ, સરનામું, જન્મ તારીખ તેમજ આધાર પુરાવા સાથેની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર ખાતે મોકલી આપવા રમતગમત અધિકારીએ જણાવ્યું છે.
