Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રીએ પૂણેમાં નીરજ ચોપરાના નામે આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂણે ખાતે ઇન્ફ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સંરક્ષણ મંત્રીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાના નામે આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ ટોક્યો ઓલિમ્પિક ખાતે ભારત તરફથી ભાગ લેનાર તમામ 23 ઓલિમ્પિક રમતવીરોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ ભારતીય રમતવીરો અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા. 

    સંરક્ષણમંત્રીએ નાલંદા અને તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો સંદર્ભ આપતા કહ્યું કે, રમત-ગમત શિક્ષણ ક્ષેત્રે, ભારતનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું દૃષ્ટાંત આપતા કહ્યું કે, રમતના કારણે જ બાળક શિવાજી, છત્રપતિ શિવાજી મહારાજ બન્યા અને આજે રાષ્ટ્રીય નાયક તરીકે ઓળખાય છે. સંરક્ષણ મંત્રીએ ખેલો ઇંડિયા, અને ફિટ ઇંડિયા કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રમત- ગમત દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે, આથી જ રમત-ગમતને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દરેક સ્તરે વિવિધ કાર્યો કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply