દક્ષિણ આફ્રિકામાં યોજનારી જુનિયર મહિલા હોકી વિશ્વ કપ સ્પર્ધા કરાઈ સ્થગિત
Live TV
-
આગામી 5 થી 16 ડિસેમ્બર દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં યોજનારી જુનિયર મહિલા હોકી વિશ્વ કપ સ્પર્ધા આફ્રિકન દેશોમાં કોરોના વાયરસના મળેલા નવા સ્વરૂપને કારણે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણય ગઈકાલે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન- FIH, સાઉથ આફ્રિકન હોકી એસોસિએશન અને યુનિવર્સિટી ઓફ નોર્થ-વેસ્ટ પોચેફસ્ટ્રુમ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો.
ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થીએરી વેઇલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને સલામતીએ પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યુ કે ભાગ લેનાર ઘણા દેશોએ હવે દક્ષિણ આફ્રિકા પરના પ્રવાસ પ્રતિબંધને લંબાવ્યો છે. તેથી સ્પર્ધાનું આયોજન કરવું શક્ય નથી. તેમણે કહ્યું કે, ફેડરેશન પરિસ્થિતિ પર નજર રાખશે અને ટુર્નામેન્ટ યોજવાની સંભાવના અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ વિશ્વ કપમાં વિશ્વની 16 ટોચની ટીમો ભાગ લેવાની હતી. આ પહેલા વર્ષ 2016માં આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ જીત્યો હતો.
