દક્ષિણ કોરિયા પ્રથમ વખત બન્યું એશિયન ચેમ્પિયન ટ્રોફી ચેમ્પિયન
Live TV
-
સૌ પ્રથમવાર ફાઈનલ રમી રહેલ દક્ષિણ કોરિયાએ એશિયાઈ રમતોના વિજેતા જાપાનને પેનલ્ટી શૂટ આઉટમાં 4-2 થી પરાજય આપીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. કોરિયાની ટીમે મુકાબલામાં આગેકૂચ કરી પરંતુ આગળ જતાં બે ક્વાટરમાં 3 ગોલ ગુમાવીને 1-3 થી પાછળ રહી ગઈ. જો કે, ફરી મજબુતી સાથે આગળ વઘતા અંતિમ ક્વાટરમાં બે ગોલ કરી અને અંતિમ સમયમાં સ્કોર 3-3 થી બરાબર કરી નાખ્યો. કોરિયાએ પોતાનો અંતિમ ગોલ અંતિમ મિનિટમાં કર્યો અને મેચ આખરી નિર્ણય માટે પેનલ્ટી શૂટ આઉટમાં પહોંચી ગયો. શૂટ આઉટમાં કોરિયાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 4-2 થી જીત હાંસલ કરીને ચેમ્પિયન્સ ટ્રોફિનો ખિતાબ પોતાના નામે કર્યો.
