નૌકાની એશિયાઈ રોવિંગ સ્પર્ધામાં ભારતે 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા
Live TV
-
ભારતે થાઈલેન્ડમાં યોજાયેલી હલેસાવાડી નૌકાની એશિયાઈ રોવિંગ સ્પર્ધામાં બે સુવર્ણચંદ્રક અને 4 રજત ચંદ્રક સાથે કુલ 6 ચંદ્રકો જીતી લીધા છે. ગઈકાલે સ્પર્ધાના સમાપન દિને ભારતના અરવિંદસિંહે પુરૂષોની સિંગલ્સ સ્કલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત અરવિંદસિંહ અને અર્જુનલાલ જાટની જોડીએ પુરૂષોની ડબલ્સ સ્કલ્સ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
ભારતના આશિષ ફુગાટ અને સુખજિંદરસિંહની જોડીએ પુરૂષોની ડબલ્સ સ્કલ ઈવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. એવી જ રીતે પુરૂષોની કોક્સલેસ ફોર ફાઈનલ ઈવેન્ટમાં ભારતના જસવીરસિંહ, પુનિતકુમાર, ગુરમિતસિંહ અને ચરણજીતસિંહની ટીમે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
