ભારતની ક્રિકેટ ટીમ દક્ષિણ આફિક્રાના પ્રવાસ પહેલા બે દિવસ માટે થશે કોરેન્ટાઈન
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થવાની છે તે અંતર્ગત મુંબઈમાં બે દિવસ માટે કોરેન્ટાઈન થઈ છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચ રમવાની છે. હાલ ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકા ટીમ ઈન્ડિયા રવાના થવાની છે. આ ભારતીય ટીમમાં નવદીપ સોની, સૌરભ કુમાર, દીપક ચહર, અજાર્ન નાગવ સ્વલમ, હનુમા વિહારી અને કોચ વિવેક રામકૃષ્ણ દક્ષિણ આફ્રિકામાં રોકાશે અને ભારતીય ટીમ સાથે જોડાશે. ભારતની A ક્રિકેટ ટીમે હાલમાં દક્ષિણ આફ્રિકાની A ટીમ સાથે ત્રણ મેચોની સિરીઝ રમી હતી. 26 ડિસેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ સેન્ચ્યુરીનમાં યોજાશે. બીજી મેચ જોહનીસબર્ગમાં અને ત્રીજી તથા અંતિમ મેચ કેપટાઉનમાં રમવામાં આવશે.
