Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન સિવાય કોઈ અન્ય દેશમાં એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થવાની શક્યતા

Live TV

X
  • એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન સિવાય કોઈ અન્ય દેશમાં યોજાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. એશિયા ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે છેલ્લો અને અંતીમ નિર્ણય આગામી મહિને લેવામાં આવશે. મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠી વચ્ચે ગઈકાલે બહેરીનમાં ઔપચારિક મુલાકાત થઈ હતી.

    આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એશિયાકપ રમાશે તેમ નક્કી કરવામાં આવ્યું છે. આ આયોજન પાકિસ્તાન એટલે કે એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે અન્ય એક નિર્ણયમાં એશિયાઈ ક્રિકેટ બોર્ડ અફઘાનિસ્તાન ક્રિકેટ એસોસિએશનનું વાર્ષિક બજેટ છથી વધારીને 15 ટકા કર્યું છે. આનાથી અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ શરૂ કરવાની સંભાવના વધી જશે. જો કે, તાલિબાને કોઈપણ રમતગમતમાં મહિલાઓની ભાગીદારી પર મનાઈ ફરમાવવામાં આવી છે.

    તાજેતરમાં બીસીસીઆઈના સચિવ જય શાહ અને પીસીબીના ચેરમેન નજમ સેઠી વચ્ચે બહેરિન ખાતે થયેલા ઔપચારિક બેઠક પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ એશિયા કપ વનડે ટૂર્નામેન્ટના વૈકલ્પિક સ્થળ વિશે માર્ચ મહિનામાં નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનમાં યોજાવાનો હતો. પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શાહે ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતીય ટીમને પાકિસ્તાન નહિં મોકલવાની જાહેરાત કરી હતી. અહેવાલો પ્રમાણે સંયુક્ત આરબ અમિરાતના ત્રણ સ્થળો દુબઈ, અબુધાબી અને શારજાહ ટૂર્નામેન્ટ માટેના પ્રબળ દાવેદાર છે,  જોકે થોડા  સમય માટે આ નિર્ણય ટાળવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply