પીવી સિંધુ, એચએસ પ્રણય આજે દુબઈ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે
Live TV
-
પીવી સિંધુ અને એચ.એસ. પ્રણોય પોતપોતાની શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મહિલા સિંગલ્સમાં પી.વી. સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુઇને પરાજય આપ્યો હતો. મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રણયએ ઇન્ડોનેશિયાના ચિકો ઓરા દ્વી વરદોયોને હરાવ્યો હતો. મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ છેલ્લા આઠમાં પહોંચી ગઈ છે.
રોહન કપૂર અને એન સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પા અને બી સુમિત રેડ્ડીની જોડીને મિક્સ ડબલ્સની છેલ્લી 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી પણ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.
