પૂર્વ જુનિયર કુસ્તી ચેમ્પિયન સાગરની હત્યા કેસમાં ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની ધરપકડ
Live TV
-
દિલ્હી પોલીસે 23 વર્ષીય પૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખડની હત્યાના કેસમાં આજે ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની ધરપકડ કરી છે. સુશીલ કુમાર દિલ્હીના મોડેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાયા બાદથી ફરાર હતો. પોલીસે સુશીલ કુમારની ધરપકડ માટે એક લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ હતુ.
અગાઉ બે જૂથો વચ્ચે અથડામણ થતા કુસ્તી ચેમ્પિયન સાગર ધનખડનુ મૃત્યુ થયુ હતુ. 18 મેના રોજ દિલ્હી સ્થિત કોર્ટે સુશીલ કુમારની આગોતરા જામીનની અરજીને નામંજૂર કરી દીધી હતી. કોર્ટે શોધી કાઢ્યુ હતુ કે કુસ્તીબાજ સુશીલ કુમાર પર આ ગંભીર આરોપો છે. ત્યારે આજે સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
